ભાજપના સ્ટાર પ્રચારક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ બંગાલના નિષ્ઠાવાન કાર્યકર નિભાસ સરકાર ‘હનુમાનજી’એ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતા.
ગુરૂવારે બપોરે એનઆરસીના ટેકામાં પવનપુ્ત્ર હનુમાનના વેશમાં નીકળેલા નિભાસે નાદિયા જિલ્લામાં જીવનદોરી ટૂંકાવી લીધી હતી.
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ એમણે હનુમાનજી તરીકે વેશ ધારણ કરીને ભાજપનો પ્રચાર કર્યો હતો. એ પછી નિભાસ હનુમાન તરીકે વધુ જાણીતા હતા. આમ તો નિભાસ પશ્ચિમ બંગાળના રાણાઘાટ વિસ્તારના રહેવાસી હતી.
પરંતુ છેલ્લા થોડા સમયથી એ સહકુટુંબ રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયા હતા. નિભાસે એનઆરસીના મુદ્દે આપઘાત કર્યો છે એવી વાતો વહેતી થતાં તેમનાા ભાઇ પ્રલંબે એવી સ્પષ્ટતા કરી હતી કે આ વાત સાચી નથી. નિભાસ તો એનઆરસીનો પ્રચાર કરવામાં મોખરે હતા. એમને એનઆરસી સામે કોઇ વાંધો નહોતો.
ગુરૂવારે બપોરે નિભાસ પોતાના ઘરના બાથરૂમમાં ગયા હતા. ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં એક બાટલી હતી. તેમણે પોતાના ભાઇ પ્રલંબે કહ્યું કે મેં ઝેર ખાઇ લીધું છે. તરત પ્રલંબ ભાઇને કૃષ્ણનગર ખાતેની એક હૉસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ હૉસ્પિટલ પહોંચે એ પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિભાસના પુત્રો ઉદયપુરમાં ડૉક્ટર છે.