ભાજપ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી દ્વંદ્વ ચાલે છે. પહેલા અમિત શાહની રેલીની મંજૂરી રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે યુપીનાં મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથને રેલી કરવા માટે બંગાળ સરકારે પરમિશન આપી ન હતી.
પશ્વિમ બંગાળમાં રેલીને મંજૂરી ન મળતા સીએમ યોગી આદિત્યનાથે ટેલિફોનથી રેલીને સંબોધિત કરી હતી. સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે, પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસનનો અંત નક્કી છે. મમતા બેનર્જી બંગાળમાં લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. સતત બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી. પરંતુ મમતા સરકારે મંજૂરી ન આપી. યોગી બાકુંરા અને પુરૂલિયામાં રેલીને સંબોધવાના હતા. પરંતુ મમતા સરકારે અમિત શાહની જેમ સીએમ યોગીને પણ રેલીની મંજૂરી ન આપી. બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી. પરંતુ મમતા સરકારે મંજૂરી ન આપી. યોગી બાકુંરા અને પુરૂલિયામાં રેલીને સંબોધવાના હતા. પરંતુ મમતા સરકારે અમિત શાહની જેમ સીએમ યોગીને પણ રેલીની મંજૂરી ન આપી.
ત્યારબાદ મિડીયા સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મમતા સરકારનો અંત નક્કી છે. બંગાળ સરકારીની ગતિવીધી શંકાનાં દાયરામાં છે. ટીએમસી નેતા લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. બંગાળ પ્રશાસનનાં અધિકારીઓ TMC કાર્યકરની જેમ વર્તી રહ્યા છે.