ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વજીરગંજ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ હુમલામાં અનેક વકીલો ઘાયલ થયા છે. આ ઉપરાંત કોર્ટ પરિસરમાંથી 3 જીવતા બોમ્બ મળી આવ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લખનઉની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે કેટલાક બદમાશોએ બોમ્બથી વકીલ અને લખનઉ બાર એસોસિએશનના સંયુક્ત મંત્રી સંજીવ લોધી પર હુમલો કર્યો હતો. આ હુમલો CJM કોર્ટમાં થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, બોમ્બ વિસ્ફોટમાં સ્થળ પર હાજર સંજીવ લોધી સહિત અન્ય વકીલો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બીજી તરફ હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. રાજ્યમાં કમિશ્નરી સિસ્ટમ લાગૂ થયા બાદ પણ બદમાશો બેખૌફ થઈ ગયા છે. આ ઘટનાને લઈને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.