India માલદીવનો બહિષ્કાર કરો. માલદીવના મંત્રીની ભારત વિશેની અભદ્ર ટિપ્પણીને સોશિયલ મીડિયા પર ગંભીરતાથી લેવામાં આવી છે, જેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. માલદીવના મંત્રીની ટિપ્પણીથી નારાજ થઈને મોટી સંખ્યામાં ભારતીયોએ માલદીવનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. લોકોએ માત્ર તેમની ટુર કેન્સલ કરી નથી પરંતુ સોશિયલ મીડિયા પર કેન્સલ થવાની માહિતી શેર કરીને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર હું આત્મનિર્ભર નામ સાથે પોસ્ટ કરી છે અને કેન્સલેશનના સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે.
મોટી સંખ્યામાં ભારતીયોએ માલદીવનો પ્રવાસ રદ્દ કર્યો
સોશિયલ મીડિયા યુઝર ડૉ. ફલક જોશીપુરાએ લખ્યું કે અમે અમારા જન્મદિવસ માટે 2જી ફેબ્રુઆરીએ માલદીવ જવાનું આયોજન કર્યું હતું. એજન્ટ સાથેનો સોદો લગભગ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ મંત્રીની ટિપ્પણી બાદ અમે પ્રવાસ રદ કર્યો હતો. જ્યારે યુઝર અક્ષિત સિંહે લખ્યું કે માફ કરજો માલદીવ, અમારું પોતાનું લક્ષદ્વીપ છે અને હું આત્મનિર્ભર છું. યુઝર રસિક રાવલે કહ્યું કે અમે 5 લાખ રૂપિયામાં માલદીવ માટે ત્રણ અઠવાડિયાનું બુકિંગ કર્યું હતું પરંતુ માલદીવના મંત્રીની અપમાનજનક ટિપ્પણી બાદ તરત જ તેને રદ કરી દીધું. દીપાંશુ શુક્લા નામના યુઝરે લખ્યું કે અમે છેલ્લે 2011માં માલદીવ ગયા હતા અને તાજ એક્ઝોટિકાના પ્રેસિડેન્શિયલ સ્વીટમાં રોકાયા હતા. ભારતીયો ઓછા ખર્ચ કરતા નથી પરંતુ હવે હું પ્રવાસ કેન્સલ કરી રહ્યો છું. તેવી જ રીતે મોટી સંખ્યામાં લોકોએ ટુર કેન્સલ કરી છે.
https://twitter.com/fa_luck7/status/1743538080655777937?s=20
Cancelled #Maldives booking #SayNoToMaldives
BTW on my previous trip to Maldives (2011), our trip consisted of a stay in Presential Suit at Diva Maldives with sea plane transfers and a stay at the Ocean Suit with Private pool at Taj Exotica. Indians aren't low spenders pic.twitter.com/fVzrLN1HQb
— Deeptanshu Shukla दीप्तांशु शुक्ल (@deeptanshukla) January 6, 2024
I’m principally against the cancel culture, but the Maldivian ministers are asking for it, so give them that.
Leave the Maldives and its fragrant forests alone.
— Sonam Mahajan (@AsYouNotWish) January 6, 2024
માલદીવના મંત્રી ઝાહિદ રમીઝે આ અંગે ટિપ્પણી કરી હતી