સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)ના બૉયકોટની પણ મુહિમ ઉઠતા “સરદાર” (Sardar Vallabhbhai Patel) પ્રેમીઓઓમાં ભારે નારાજગી જોવા મળી છે. આખા દેશમાં હવે ચાઇનીઝ પ્રોડકટસ (Chinese Product)ના વપરાશ પર પ્રતિબંધ લગાવવા અને ‘બૉયકોટ ચાઇના’ (Boycott China) અંગે પહેલા કરતા વધારે ગંભીરતા જોવા મળી રહી છે. કોરોના વાયરસ (Corona Virus) ચાઈનાએ ફેલાવ્યો છે, ગલવાન વેલી (Galwan Valley)માં ચીનના હુમલામા ભારતના 20 જવાનો શહીદ થતા ભારતીય સેના અને દેશના લોકોમાં ચીન પ્રત્યે ઘણો આક્રોશ છે.તો બીજી બાજુ અરુણાચલ પ્રદેશ પર પણ ચીનનો ડોળો છે.આ તમામ ઘટનાક્રમ મુદ્દે હાલ ભારતીયોએ ચાઈના પ્રોડકટ બોયકોટની એક મુહિમ ઉઠાવી છે.એ મુહિમને લોકો સપોર્ટ પણ એટલો જ કરી રહ્યા છે.
પણ એવા જ સમયે સોશિયલ મીડિયા (Social Media) પર ‘મેડ ઇન ચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બોયકોટની પણ મુહિમ ઉઠતા સરદાર પ્રેમીઓઓમાં ભારે નારાજગી છવાઈ છે.ખાસ કરીને જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પહેલેથી જ વિરોધ કરી રહ્યા છે એ લોકો હાલ સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે કે ‘હવેથી હું આજીવન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહિ લઉં કેમ કે તે મેડ ઈન ચાઈના છે, જો સહમત હોવ તો શેઅર કરો.’ આ મહિમને લીધે ભારે વિવાદ પેદા થયો છે.
ગુજરાતમાં BTP (Bharatiya Tribal Party) ધારાસભ્ય છોટુભાઈ વસાવા (Chhotubhai Vasava)એ પણ સોશિયલ મીડિયા પર ‘મેડ ઇન ચાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી બોયકોટ’ ને પ્રાણ આપતા જણાવ્યું છે કે દેશભક્ત યુવાનોને અપીલ છે કે ચીની સામાનનો બહિષ્કાર કરો છો તો ચીની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી દેશના શહીદોને સન્માન આપો.ચાઈનાએ બનાવેલી સરદાર સાહેબની મૂર્તિ છે એને પણ હટાવવી જોઈએ જો તેઓ ખરેખર ચાઇનના વિરોધી હોય તો અને અમારા આદિવાસીઓને બચાવવા જોઈએ
હકીકતમાં આ વાત ત્યારની છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પ્રારંભિક તબક્કામાં હતું.ત્યારે કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi)ના રાજકીય સલાહકાર અને હાલના કોંગ્રેસ કોષાધ્યક્ષ એહમદ પટેલે (Ahmed Patel) એક ટ્વિટ કર્યું હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ચાઈનાની કંપની બનાવી રહી છે એ મેડ ઈન ચાઈના છે.’ આ ટ્વિટ થતાની સાથે ખળભળાટ મચ્યો હતો, આવા જ કારણોસર હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બોયકોટની મુહિમે જોર પકડ્યું છે.