પાકિસ્તાન અને ચીન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખતા મોદ્દી સરકારે પોતાના અંતરિમ બજેટમાં ડિફેંસ સેક્ટર પર વધારે ફોક્સ કર્યું છે. આ બજેટમાં સરકાર તરફથી ડિફેંસ સેક્ટર માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર ડિફેંસ સેક્ટર માટે 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
જોકે 2018ની સરખામણીએ ડિફેંસ સેક્ટરના બજેટમાં થયેલો વધારો થોડૉ ઓછો જરૂર છે. પરંતુ આ વખતનું ડિફેંસ બજેટ ભારતનું સૌથી મોટું બજેટ છે.