કેન્દ્રીય બજેટ 2020 રજૂ થવાની ધડીયો ગણાઇ રહી છે. મોદી સરકાર આજે પોતાની બીજી ટર્મનું બીજું બજેટ રજૂ કરવા તૈયાર છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2020 ના રોજરજૂ કરશે. મોદી સરકાર રજૂ કરવા જઇ રહેલ આ સામાન્ય બજેટ પર આખા દેશની નજર છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક મંદી જોવા મળી રહી છે. આર્થિક મંદીની વચ્ચે, 2020-21નું આ બજેટ પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દાઓ પર હુમલો કરી રહ્યો છે. બજેટના સંદર્ભમાં, એવી સંભાવના છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આવકવેરાની સાથે સાથે ગ્રામીણ વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે, 31 જાન્યુઆરીએ, કેન્દ્રની મોદી સરકારે આર્થિક સર્વે 2019-20 જાહેર કર્યો હતો. સર્વે 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 6 થી 6.5 ટકા સુધીનો અંદાજ છે.
આપને એ પણ જણાવી દઇએ કે, નાણાંમંત્રી પોતાની પૂર્ણ ટીમ સાથે પૂર્વે ભારતનાં મહામહિમ રામનાથ કોંવિદને પણ મળ્યા હતા. બજેટ રજૂ કરતા પૂર્વે ભારતીય નાણાંમંત્રી દ્વારા પરંપરાગત રીતે રાષ્ટ્રપતિની મુલાકાત પુરી ટીમ સાથે લોવામં આવે છે.