નાગરિક્તા સંશોધન એક્ટ પર રાજધાની દિલ્હીમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. જામિયા બાદ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પણ હિંસાના આગ ભડકી છે, જેને કાબૂમાં લેવામાં આવી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વિપક્ષ દેશને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
શાહે વધુમાં જણાવ્યું કે, હું ફરીથી કહું છું કે, કોઈ પણ અલ્પસંખ્યક સમાજના કોઈ પણ વ્યક્તિની નાગરિક્તા છીનવવાનો કોઈ સવાલ જ નથી. બિલમાં એવી કોઈ જોગવાઈ નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે, આ નહેરૂ-લિયાકત સમજૂતિનો જ ભાગ હતો, પરંતુ 70 વર્ષ સુધી લાગુ ના થઈ શક્યો. કારણ કે, તમે વૉટ બેંકની રાજનીતિ કરવા માંગતા હતા.
નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે, નાગરિક્તા કાયદાને પરત લેવામાં આવી. પ્રદર્શન દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી, તો કેટલાક વાહનોને આગને હવાલે કરવામાં આવ્યા છે.