સરકાર દ્વારા ચાલી રહેલા દારુબંધી ઝુંબેશ હવે ફકત ગુજરાતમાં નહિં પણ હવે તમે ગોવા પણ ખુલ્લે આમ દારુ પિતા નજરે ચઢયા તો ઓછામાં ઓછો 2 હજાર અને વધુમાં વધુ તમને 10 હજાર જેટલો દંડ થઇ શકે છે,સરકાર દ્રારા તમામ બીચ પર એક નવો કાયદો બનાવવાની જોગવાઈ ચાલી રહી છે જેમાં હવે ગોવામાં પણ દારુ પીવા પર લાગી શકે છે પ્રતિબંધ.
આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ગુજરાત બહાર એટલે કે ગોવા દારુ પીવા માટે જતા હોય છે અને જે લોકો ગોવા જવા માટે પૈસૈ અફોર્ડ નહિં કરી શકતા તે લોકો આબુ,દિવ,દમણ જેવી જગ્યાએ જતા હોય છે તે લોકો હવે સાવધાન થઈ જશો, કેમ કે હવે સરકાર દ્વારા એક નવો કાયદો અમલમાં લાવવામાં આવશે જેમાં તમે ગોવામાં જાહેરમાં દારુ પીતા પકડાશો તો તમને 10 હજાર રુપિયા સુધીનો દંડ થઈ શકે છે અને દિવ,આબુ જેવા બીચ પર દારુના નશમાં પકડાયા તો તમને 2 હજાર રુપિયા દંડના આપવાના રહેશે.
વધુમાં તમને જણાવી દઈએ કે, સરકાર હવે એક નવો કાયદો લાવવા જઈ રહી છે. જો અમલમાં મૂકાયો તો તમે ગોવામાં બીચ પર કે ખુલ્લામાં દારૂ નહીં પી શકો. જો દારૂ પીતાં પકડાયા તો પોલીસ તમને 2 હજારથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ગોવા કેબિનેટે એક કાયદો પાસ કરતા સાર્વજનિક જગ્યાઓ પર દારૂ પીવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પર્યટન સ્થળો પર ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર હવે 2,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. આ સિવાય ત્રણ મહિનાની જેલ પણ થઇ શકે છે.