જો તમારા વાહનનો સામેનો કાચ તૂટેલો હશે અને તમે તેને બદલાવી નથી રહ્યા, તો પણ તમને ચલણ થઇ શકે છે. એટલું જ નહિ કાચ ગંદા હોય તો પણ તમારું ખિસ્સું હળવુ થઇ શકે છે.
માત્ર એટલું જ નહિ તમારી કારનું ચલણ ઘણા બીજા કારણોથી પણ કપાઈ શકે છે, જો તમને નિયમની ખબર ન હોય તો. અમારા આ સમાચારમાં વાંચો સંપૂર્ણ જાણકારી જેથી તમે જાણી શકશો કે, તમારી કારનું કયા કયા કારણોથી ચલણ કપાઈ શકે છે? અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો?
વાહન ઉપર કોઈ જાતીને લગતા કે લાગણી દુભાય તેવા શબ્દો લખ્યા હશે, તો પણ તમારું ચલણ કપાઈ શકે છે. તેના માટે પરિવહન વિભાગે મોટર વ્હીકલ એક્ટની કલમ-૧૧૭ ની સત્તાઓ વધારી છે. જે ગુનાને અત્યાર સુધી કોઈ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા, હવે તેનું ચલણ આ કલમ હેઠળ કરવામાં આવશે.
ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી મોટર વ્હીકલ એક્ટમાં થોડા સંશોધન કરવામાં આવી રહ્યા છે. જેની હેઠળ ચલણની રકમ કેટલાય ગણી વધારવામાં આવી છે. પરંતુ આ સંશોધન પછી પણ થોડા એવા ગુના હતા, જેનું ચલણ કોઈ કલમમાં લેવામાં આવતું ન હતું. એવા ગુનાઓને મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૧૭ માં જોડવામાં આવ્યા છે.
સતાવાર સૂત્ર જણાવે છે કે, જે રીતે સીઆરપીસીની કલમ-૧૫૧ હેઠળ કાયદા વ્યવસ્થાને લઈને મારામારી અને શાંતિભંગ કરવા વાળાને તેની હેઠળ આવરી લેવામાં આવે છે, બસ એ મુજબ મોટર વ્હીકલ એક્ટ હેઠળ હવે કલમ-૧૧૭ થી વાહનોમાં ખામીઓ જોવા મળેશે તો તેને અટકાવવામાં આવશે.
કલમ-૧૧૭ માં વિશેષ :
અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટર વ્હીકલ એક્ટમાં પોતાને સુરક્ષિત રાખવા વિષે જ નહિ, પરંતુ જે કોઈ રોડ ઉપર ચાલી રહ્યા છે તેને પણ કોઈ પ્રકારનું નુકશાન ન પહોંચે તેના માટે જાણકારી આપવામાં આવી છે. જો કોઈ વાહનનો કાચ તૂટેલો છે તો તે પોતે તો અકસ્માતનો ભોગ બની જ શકે છે, સાથે જ બીજા વ્યક્તિને પણ નુકશાન પહોંચાડી શકે છે.
કલમ-૧૧૭ માં તેનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. એ મુજબ બીજા પ્રકારના ઘણા ગુના છે જેનાથી બીજા વ્યક્તિને પણ અસર થઇ શકે છે. દાખલા તરીકે જો બ્રેક લાઈટ તૂટેલી છે કે મુખ્ય લાઈટ ખરાબ છે અને અંધારામાં વાહન ચલાવવામાં આવી રહ્યું છે, તો તે પરિસ્થિતિમાં પણ વાહનનું ચલણ કલમ-૧૧૭ માં કરવામાં આવી શકશે.
મોટર વ્હીકલ એક્ટમાં ઘણા એવા સંશોધન કરવામાં આવ્યા છે. જેનાથી એવા વાહન ચાલકો ઉપર પણ કાર્યવાહી કરી શકાય, જે કોઈ બીજા વાહન ચાલકોને નુકશાન પહોંચાડી શકે છે. તેની ઉપર એમવી એક્ટની કલમ-૧૧૭ માં ચલણની કાર્યવાહી કરવામાં આવી શકાશે.