ગણી વાર એવું બને છે કે, તમને કેશની જરૂર હોય છે અને તમે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હોવ. જો આવું તમારી સાથે પણ બને છે તો ચિંતા ના કરો. દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પહેલા કાર્ડલેસ કેશ સુવિધાને લઇ આવ્યું છે. આ સુવિધાનો લાભ તમે કેટલાક ATM કાર્ડ પર ઉઠાવી શકો છો, જ્યાં કેશ નીકાળવા માટે તમારે કાર્ડની જરૂર નથી. SBI બાદ હવે પ્રાઇવેટ સેક્ટરની ICICI બેંક પણ ગ્રાહકો માટે કાર્ડલેસ સુવિધા લઇને આવ્યું છે.
તાજેતરમાં જ ICICI Bank એ પોતાના ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા બાદ આ બેંકના ગ્રાહક દેશભરમાં 15000 એટીએમથી ડેબિટ કાર્ડ વીના જ કેશ નીકાળી શકે છે. આ માટે સૌથી પહેલા યૂઝર્સને આઇસીઆઇસીઆઇના ‘iMobile’ મોબાઇલ એપમાં લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ સર્વિસ વિકલ્પમાં જઇ કેશ વિડ્રોલના વિકલ્પની પસંદગી કરવાની રહેશે. તેના પછી તમારે જેટલી રકમ ઉપાડવાની છે, તેના વિશે જાણકારી આપવાની રહેશે. આગલા સ્ટેપમાં તમારે 4 જિઝિટનો એક પિન બનાવવાનો રહેશે જેની મદદથી તમે કેશ નિકાળશો.