વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક નિવેદન આપવા અંગે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરુદ્ધ બિહારની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના લઘુમતિ સેલના રાજ્ય નાયબ અધ્યક્ષ ટિટૂ બડવાલે ચીફ જ્યૂડિશિલ મજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
ફરિયાદમાં બડવાલે આરોપ લગાવ્યો છે કે, કન્હૈયા કુમારે સોમવારે કિશનગંજના અંજુમન ઇસ્લામિયા હોલમાં ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા હતા. હકીકતમાં કન્હૈયા કુમાર સીપીઆઇની એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. કન્હૈયા સીપીઆઇ ટિકિટથી બિહારની બેગુસરાય બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે હાલમાં જ જેએનયુ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે ચાર્જશીટમાં 124એ, 323, 465, 471, 149, 147, 120 જેવી કલમ દાખલ કરી છે. ચાર્જશીટમાં કન્હૈયા, સિવાય ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકોના નામ સામેલ છે.