લાંચ કાંડ બાદ CBI ચીફ આલોક વર્માને બળજબરીપૂર્વક રજા પર ઉતારી દેવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે. મોદી સરકારને મોટી લપડાક મળી છે. જોકે, સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહીં. હવેથી આલોક વર્મા સીબીઆઈ ઓફીસ જઈ શકે છે.
સીબીઆઈમાં વિવાદ એવા સમયે શરૂ થયો જ્યારે સીબીઆઈના નંબર-ટૂ અધિકારી રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની વિરુદ્વ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટ વિરુદ્વ સીબીઆઈ દ્વારા જ એફઆઈઆર દાખલ કરવાનો બનાવ પહેલી બન્યો હતો અને સમગ્ર દેશમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યાર બાદ રાકેશ અસ્થાનાએ પણ સીબીઆઈ ચીફ પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકી દીધો.
લાંચ કાંડની વિગત એવી છે કે મની લોન્ડ્રીંગ કેસના આરોપનો સામનો કરી રહેલા મીટના વેપારી મોઈન કુરૈશી સામે કેસને ઢીલો કરવા અને પડતો મૂકવા માટે રૂપિયાની લેતી-દેતી કરવામાં આવી હતી. સામ-સામે આક્ષેપબાજી બાદ બન્ને અધિકારીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. હાલ આ કેસની સુનાવણીમાં સુપ્રીમમાં પેન્ડીંગ છે. આજે જસ્ટીસ સંજય કિશન કૌલે આલોક વર્મા અંગેનો ચૂકાદો આપ્યો હતો. કારણ કે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ રજા પર ગયેલા છે. ચૂકાદા સમયે જસ્ટીસ જોસેફ પણ હાજર હતા. ચૂકાદો ત્રણ જજોને પેનલે આપ્યો હતો અને ત્રણેયની સંમતિ હતી.
સુપ્રીમ કોર્ટના મહત્વના દિશા-નિર્દેશ…
- સુપ્રીમ કોર્ટે આલોક વર્માને પુનઃસ્થાપિત કર્યા અને તેમને ઓફિસમાં જવાની મંજૂરી આપી
- સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સીવીસી એક્ટ- DPSE એક્ટમાં વિધાનસભા દ્વારા કાયદામાં સુધારો કરવાની જરૂર છે.
- આ આખો કેસ વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિની પસંદગી સમિતિમાં જશે. આ સમિતિ નક્કી કરશે કે શું આલોક વર્મા પોસ્ટ પર રહેશે કે નહીં.
- કમિટી એલોક વર્મા સામે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસીના અહેવાલની પણ તપાસ કરશે.
- પસંદગી સમિતિ એક અઠવાડિયામાં જોશે કે આલોક વર્માને દૂર કરવામાં આવે કે નહીં.
- આલોક વર્મા રોજિંદા કામના કલાકોમાં વહીવટી નિર્ણયો લેશે. વડા પ્રધાનની સમિતિ એક અઠવાડિયામાં મીટીંગ કરશે.
- સીબીઆઇના ડિરેક્ટરને ટ્રાન્સફર કર રજા પર મોકલવાનો નિર્ણય રજા પર મોકલવા સમાન નથી. સંસ્થાનો રોલ મોડલ હોવું જરૂરી છે.
- સીબીઆઈની સ્વતંત્રતા જાળવવા માટે પસંદગી સમિતિની મંજૂરી વિના ટ્રાન્સફર કરવી કાયદાની વિરુદ્વમાં છે.