CBI ચીફના હોદ્દા પરથી આલોક વર્માને ખદેડી મૂકવામાં આવ્યા બાદ આજે બપોરે તેમણે પોતાની સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા હતા. ગત રોજ પીએમ મોદીએ સીવીસીના રિપોર્ટ પર કાર્યવાહી કરી આલોક વર્માને સીબાઆઈ ચીફના હોદ્દા પરથી પાણીચું આપી હોમ ગાર્ડ અને ફાયર સેફ્ટીના ડીજીપી પદે ટ્રાન્સફર કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ પહેલાં આલોક વર્માને સીબીઆઈ ચીફ તરીકે બહાલ કર્યા હતા અને સિલેક્શન કમિટીની મીટીંગ બોલાવવાની તાકીદ કરી હતી. આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાના વચ્ચે વિવાદ થયા બાદ નવેમ્બર મહિનામાં સરકારે બન્નેને રજા પર ઉતારી દીધા હતા.
વિગતો મુજબ સીબીઆઈના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા અનેક મુદ્દા પર લોગરહેડમાં હતા અને એકબીજા પર અનેક મહત્વપૂર્ણ કેસની તપાસ અટકાવવા બદલ આરોપ મૂક્યો હતો. સુનાવણી દરમિયાન, સીબીઆઇએ જણાવ્યું હતું કે અસ્થાના સામેના આરોપો ગંભીર છે અને એજન્સી આ બાબતે તપાસ કરી રહી છે અને એફઆઈઆરમાં વધુ ગુનાનો ઉમેરો કરશે.
અભૂતપૂર્વ રીતે 23મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ સરકારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને ફરજમાંથી છૂટા કી રજા પર ઉતારી દીધા હતા. સીબીઆઈના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આ ઘટના બની હતી અને વિવાદ વધુ ઘેરાયો હતો.