CBIએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે CBIનાં સ્પેશિયલ ડાયરેક્ટર રાકેસ અસ્થાના અને અન્ય શખ્સો વિરુદ્વ લાંચની નોંધાયેલી FIRમાં પ્રાથમિક રીતે ગંભીર ગુનો જણાઈ આવે છે. CBIએ રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ લેવલ પર રોવિંગ ઈન્ક્વાયરીને મંજુરી આપી શકાય નહીં.
CBIએ કોર્ટેને કહ્યું કે અસ્થાના વિરુદ્વની તપાસ હાલ પ્રારંભિક સ્ટેજ પર છે. અલગ-અલગ ડોક્યુમેન્ટસ અને અન્ય લોકોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. CBI પાસે હાલના તબક્કે ડોક્યુમેન્ટસ ઉપલબ્ધ નથી કારણ કે તપાસ સીવીસી કરી રહી છે.
CBIએ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. અસ્થાના, CBIના પોલીસ ઉપાધિક્ષક દેવેન્દ્રકુમાર અને કથિત રીતે વચેટીયા એવા મનોજ પ્રસાદની અરજી પર આજે દિવસભર સુનાવણી કરવામા આવી હતી.જજ નજમી વઝીરીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.