CBSC ની પરીક્ષા હાલ પુરતી રદ્દ કરી દેવામાં આવી છે. અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું છે કે, CBSEની 10માં અને 12માં ધોરણની તમામ પરીક્ષાઓ 31 માર્ચ બાદ લેવામાં આવશે. મહત્વનું છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, JEE મેન્સની પણ પરીક્ષા 31 માર્ચ બાદ જ લેવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે દેશમાં આગામી 10 દિવસ સુધી કોઈ પરીક્ષા નહી લેવાય. MHRD તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષા કાર્યક્રમ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે જ પરીક્ષાઓમાં સામેલ થઇ રહેલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકોની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી આ ધ્યાનમાં રાખતા એક પત્ર યૂનિવર્સિટી ગ્રાન્ટ કમીશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, નેશનલ કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદના ચેરમેનને મોકલી દીધો છે.