સોમવારના રોજ બપોરે CBSE દ્વારા દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.પરીક્ષામાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીની દીકરીએ 82% મેળવ્યાં છે, કેન્દ્રીય મંત્રીએ પોતાની દીકરીની સફળતા પાર ટ્વીટ કરીને તેની ટકાવારી શેર કરી હતી. તેમણે દીકરીને શુભેચ્છાઓ આપતાં પાઠવ્યું હતું કે ખુબ બધું મુશ્કેલી હોવા છતાં પણ તેમની દીકરીએ પરીક્ષામાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ઘણા લોકોએ ટ્વીટને રીટ્વીટ કરીને તેમની દીકરીને શુભેચ્છાઓ પાઠવી છે. આ પહેલા તેમના દીકરા જોહર ઈરાનીએ 12માંની બોર્ડ પરીક્ષામાં પણ મહેનત કરીને સારી ટકાવારી પ્રાપ્ત કરી હતી.
