delhi માં કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના કારણે કેજરીવાલ સરકાર અત્યારે કડક નિર્ણયો લઇ રહી છે. નાઇટ કર્ફ્યુ સાથે કોરોનાના નિયમોનું કડક પાલન કરવા માટે દિશા નિર્દેશો જાહેર કર્યા છે.ત્યારે કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારે સીબીએસઇની પરીક્ષાને રદ્દ કરવાની અપીલ કરી છે. માત્ર આટલું જ નહીં પરતું તેમણે દિલ્હીના લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે મંગળવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દિલ્હીમાં 65 ટકા દર્દીઓ 45 વર્ષ કરતા નાની ઉંમરના છે. ત્યારે હું યુવાનોને અપીલ કરવા માંગુ છુ કે દેશ માટે અને પરિવાર માટે તેઓ કિંમતી છે.તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે જરુરી ના હોય તો ઘરની બહાર ના નિકળતા. જો ઘરેથી નિકળો તો કોરોના પ્રોટોકોલનું પાલન કરે. 45 વર્ષથી ઉપરના રોગીઓ તરત જ રસી મુકાવે. રસી સંપૂર્ણ રીતે મફત છે અને તમામ હોસ્પિટલો 24 કલાક ખુલ્લા છે.કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 6 લાખ બાલકો સીબીએસઇની પરીક્ષા આપવાના છે. ઉપરાંત 1 લાખ શિક્ષકો પણ તેમાં ભાગ લેશે. આ પરીક્ષા મોટો હોટ સ્ટોપ બની શકે છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે. જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ.
