હાલમાં લોકડાઉનને પગલે શાળાઓમાં રજા ચાલી રહી છે. તેવામાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશની શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ, વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમિક, લીયો ગ્રુપ ઓફ સ્કૂલ સહિતની મોટાભાગની શાળાઓએ પહેલી એપ્રિલથી ધોરણ-10 અને ધોરણ-12ના ઓનલાઇન ક્લાસ તથા ધોરણ-1થી 9ના અને ધોરણ- 1ના સોશિયલ મીડિયા મારફતથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કર્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં ઘણી શાળાઓએ ધોરણ-11માં એપ્લાઇડ મેથ્સ નામના નવા વિષય શરૂ કર્યો છે. સૂત્રથી જણાયું છે કે, હાલના રજાના દિવસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપે તે માટે શાળાઓ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી લઈ રહી છે. આ શાળાઓએ શિક્ષકો પાસેથી સ્ટડી મટીરિયલો તૈયાર કરાવીને તેને ઇમેલ, વોટ્સ એપ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને મોકલી રહી છે. અહીં એવી વાત જણાય આવી છે કે, ઘણી શાળાએ અભ્યાસ શરૂ કર્યો નથી અને તેઓ 15મી એપ્રિલને બુધવારથી શરૂ કરવા જઈ રહી છે.
