સૂત્રોએ જણાવ્યું કે નીતિ આયોગે નાણા મંત્રાલય અને કૃષિ વિકાસ મંત્રાલયને ભલામણ પર આ યોજના તૈયાર કરી છે. એમાં પ્રતિ એકર છ હજાર રૂપિયા એક સીઝનમાં આપવામાં આવશે. તેલંગાના સરકાર ખેડૂતોને પ્રતિ એકર માત્ર આઠ હજાર રૂપિયા વર્ષના આપી રહી છે. દેશમાં 14 કરોડ ખેડૂતોની પાસે આશરે 13 કરોડ હેક્ટેયર ખેતી જમીન છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર વર્ષ 2011 12થી 2015 16 દરમિયાન ખેતી સંબંધી આવકમાં વર્ષના માત્ર 0.4 ટકાનો વધારો થયો છે.
કેન્દ્ર સરકારે 2016માં ખેડૂતોની આવક વર્ષ 2022 સુધી બમણી કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત હાલ વર્ષના ન્યૂનતમ સાતથી દસ હજાર રૂપિયા જ કમાઇ રહ્યા છે. આ યોજનાના લાગૂ થવાથી એમની આવકમાં ઓછામાં ઓછો 10 ટકાનો વધારો થયો હોવાનું અનુમાન છે. જ્યારે 2022 સુધી બમણી આવક માટે જરૂરી છે કે દર વર્ષે ખેડૂતોની આવકમાં 12 ટકા વર્ષની વૃદ્ધિ થાય.
કેન્દ્ર સરકારે જમીન વિહોણા માટે વિશેષ જોગવાઇ કરી છે. જ્યારે તેલંગાના મોડલમાં એમને પૈસા આપવામાં આવી રહ્યા છે, જેમની પાસે ખેતી લાયક જમીન છે. દેશમાં 90 ટકા નાના અને મધ્યમ ખેડૂતો છે. જેમની પાસે વધારેમાં વધારે બે હેક્ટર સુધી જમીન છે.