અયોધ્યા કેસ પર ચુકાદાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇ આ મહિનાની 17 તારીખે નિવૃત્ત થવાના છે તે પહેલા અયોધ્યા કેસનાં ચુકાદાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઇ ચૂકી છે અને રાજ્ય સરકારને પણ તકેદારીનાં ભાગરૂપે ઇનપુટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે શાંતિ અને સૌહાર્દ બની રહે તે હેતુસર નફરત ફેલાવતા 20 લાખ જેટલા વોટ્સ અપ ગ્રૂપ બંધ કરાવ્યા છે. તો આ ઉપરાંત અયોધ્યા હંગામી જેલ પણ ઉભી કરી હતી.
સરકાર ટ્વિટર, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ જેવા એપ પર પણ નજર રાખી રહી છે. ગૃહમંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે કે દેશમાં ક્યાંય પણ કોઈ ઘટના થવી જોઈએ નહીં. આ માટે સંવેદનશીલ વિસ્તારમાં પૂરતી માત્રામાં સુરક્ષાદળ ગોઠવવા તથા તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખવા જણાવાયું છે.