કોરોનાના સંક્રમણ વચ્ચે લોકડાઉન હટાવવા માટે કેટલાક તબક્કામાં કામ શરૂ થઇ ગયુ છે. જેની માટે દેશને ત્રણ ઝોનમાં વહેચવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેની હેઠળ ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન બનાવવામાં આવ્યા છે. લોકડાઉન આ ઝોનના હિસાબથી લાગુ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની ચાર કલાકની મેરેથોન બેઠકમાં લોકડાઉન બે અઠવાડિયા વધારવા પર સહમતિ બની હતી પરંતુ આ સામાન્ય વિચાર છે કે તેને ધીમે ધીમે હટાવવામાં આવે. પીએમ મોદીએ પણ ‘જાન પણ, જહાન પણ’ વાત કહીને સ્પષ્ટ કરી દીધુ છે કે કોરોનાથી લોકોના જીવ બચાવવાની સાથે તેમની આજીવિકા અને અર્થવ્યવસ્થા પણ બચાવવા માંગી રહ્યા છે. હવે તબક્કાવાર એક એક પગલુ ભરવામાં આવશે.
બેઠકમાં જણાવવામાં આવ્યુ કે 400 જિલ્લા એવા છે જ્યા કોરોનાનો કોઇ કેસ નથી તેને ગ્રીન ઝોન માનવામાં આવશે. આ સાથે સાથે જ્યા વધુ કેસ છે એવા 75 જિલ્લા છે. આ રેડ ઝોનના નામથી ઓળખાશે. અન્ય જિલ્લા જ્યા ઘણા ઓછા કેસ સામે આવ્યા છે તેને ઓરેન્જ ઝોન કહેવામાં આવશે.