ઇસરોના વૈજ્ઞાનિકો માટે પંદર મિનિટ આ મિશન (Chandrayaan-2)ની સૌથી મોટો પડકાર હશે, કેમ કે વિક્રમ લેન્ડર અને તેમાં મૂકવામાં આવેલા પ્રજ્ઞાન રોવરને કોઈ નુકસાન થયા વિના ચંદ્રની સપાટી પર ઉતરવું પડશે.
15 Minutes of Terror
આ ટૂંકા સમયગાળાને ” એટલે કે ભયથી ભરેલા પંદર મિનિટ પણ કહેવામાં આવે છે. ઇસરોના અધ્યક્ષ ડો.કે શિવાને કહ્યું કે ચંદ્રની સપાટીથી 30 કિ.મી. ઉપરથી ઉતરાણ શરૂ થશે. આ કુલ 15 મિનિટનો સમયગાળો રહેશે. નોંધનીય છે કે, ઇસરોએ ચંદ્રની સપાટી પર ઉતરાણ સંબંધિત આ મિશન ક્યારેય કર્યું નથી.
નાના બાળકની કાળજી લેવી પડે તે રીતે રાખવામાં આવશે કાળજી
જો તમે યાન દ્વારા કાઇ છોડવા માગો છો તે કોઇ ફુટબોલની જેમ નીચે પડે છે. આ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા માટે એકદમ નવી જ છે. જે લોકો આ પહેલા પણ કાર્ય કર્યું હતું તેમના માટે પણ તે એક જટિલ પ્રક્રિયા છે. જેને આપણે પ્રથમ વખત કરી રહ્યા છીએ.
આપણા માટે અંતિમ 15 મિનિટ ખુબ જ અગત્યની છે. જેમ યાન નીચે આવી રહ્યું હોય અને ત્યારે કાળજી લેવી પડે એવી જ રીતે કોઇ બાળકનો હાથ પકડીને નીચે ઉતારવાનુ હોય તે કામ યાનની પ્રોપલ્શન સિસ્ટમ કરે છે.
ISRO ના વડાનું નિવેદન
ચંદ્રયાન-2 નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આ સફળતા પ્રાપ્ત કરનારું રાષ્ટ્ર બનશે.આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશન બની જશે.