ચંદ્રયાન 2એ મંગળવારે રાત્રે 2:21 વાગે ધરતીની કક્ષાથી બહાર નીકળીને ચંદ્ર તરફ જવાનો સફર શરૂ કરી દીધો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈજેશન (ઈસરો)એ ટ્રાંસ લૂનર ઈન્જેક્શન સફળતા પૂર્વક પૂરુ કર્યું છે. આ દરમિયાન સ્પેસક્રાફ્ટનું લિક્વિડ એન્જિન 1,203 સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું જેનાથી 22 દિવસ સુધી ધરતીની કક્ષામાં રહ્યાં બાદ ચંદ્રયાન 2 ચંદ્ર તરફ નીકળી ગયું છે.
ચંદ્ર તરફ ચંદ્રયાન 2ના સફર વિશે ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે, ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષા પર જતા 6 દિવસ લગાવશે અને 4.1 લાખ કિલોમીટરનું અંતર કાપતા 20 ઓગષ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. જણાવી દઈએ કે ચંદ્રથી પૃથ્વીનું અંતર 3.84 લાખ કિલોમીટર છે.
તે બાદ લેન્ડર વિક્રમ ઓર્બિટથી અલગ થઈ જશે અને ચંદ્રની કક્ષામાં જશે. લેન્ડરને 6 સપ્ટેમ્બરે 30 કિમી દુર પહોંચવાની સાથે જ ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ જશ