ભારતનું મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર પર હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી પરંતુ ઓર્બિટર તેના કામે લાગી ગયું છે. હવે મહત્વપૂર્ણ વાત તે છે કે, ઓર્બિટર ચંદ્રના હંમેશા અંધારામાં રહેતા ભાગની તસવીરો મોકલશે, જ્યાં સુર્યનો પ્રકાશ ક્યારેય નથી પડતો. આ સમગ્ર દુનિયા માટે નવી જાણકારી હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક દશકા પહેલા મોકલવામાં આવેલા ભારતના પહેલા ચંદ્રયાન કરતા આ મિશનનું પ્રદર્શન સારું થઈ રહ્યું છે.
ISROના પૂર્વ ચેરમેન એએસ કિરણ કુમારે કહ્યું, અમે ચંદ્રયાન-1થી ઘણું સારુ પરિણામની આશા કરી રહ્યાં છે કારણ કે, અમે માઈક્રોવેવ ડ્યૂઅલ ફ્રિક્વંસી સેંસર્સની મદદથી ચંદ્રના હંમેશા અંધારામાં રહેતા વિસ્તારનું મેપિંગ કરી સકશે, ઓર્બિટરમાં મોટા સ્પેક્ટ્રલ રેંજના કેમેરા લાગેલા છે.
ISROએ જણાવ્યું છે કે, ઓર્બિટર પહેલાથી જ ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ચૂક્યૂ છે અને તે ચંદ્રની વિકાસ યાત્રા, સપાટીની રચના, ખનિજ અને પાણીની ઉપસ્થિતી વિશે અમારી સમજને સારી બનાવવામાં મદદ કરશે. આ અંદાજે 7 વર્ષો સુધી કામ કરશે અને તે દરમિયાન ચંદ્રના ઘણાં રહસ્યો ઉજાગર કરવામાં મદદ કરશે.
નોંધનીય છે કે, 22 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2માં લેન્ડર અને રોવરને ચંદ્ર પર ઉતરવાનું હતું જ્યારે ઓર્બિટરના ભાગમાં ચંદ્રની પરિક્રમા કરી જાણકારી એકઠી કરવાની જવાબદારી હતી. 7 સપ્ટેમ્બરે લેન્ડરની ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાના લગભગ 2.1 કિમી ઉપરથી સંપર્ક તુટી ગયો હતો અને હજૂ સુધી તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. જો કે ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર ઉપરથી પરિક્રમા કરી રહ્યું છે. તેમાં એક હાઈરિઝોલ્યૂશન કેમેરો છે જે ચંદ્રની સપાટી પર 0.3 મીટર સુધીની તસવીરો લઈ શકે છે.