ISRO હજુ સુધી ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કરનારા વિક્રમ લેન્ડરનો સંપર્ક સાધવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આ ચંદ્રયાન મિશમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં આવેલ કેમેરાએ ચંદ્રની સ્પષ્ટ તસ્વીરો મોકલી છે. ઈસરો દ્વારા ચંદ્રયાન2ના ઓર્બિટરની હાઈ રિજેલ્યૂશન કેમેરા મારફતે ખેંચવામાં આવેલા ફોટો શેર કરવામાં આવ્યા છે. હાઈ રેજૉલ્યૂશન કેમેરા દ્વારા ખેંચવામાં આવેલ ફોટોમાં ચંદ્રની સપાટી પર સ્થિત નાના-મોટા ખાડા જેવા આકારો સ્પષ્ટ જોઈ શકાય છે.
જણાવી દઈએ કે, અગાઉ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના મૂન ઓર્બિટરે ચંદ્રના એ ભાગના ફોટો લીધા હતા, જ્યાં ચંદ્રયાન-2ના “વિક્રમ લેન્ડર”ના સોફ્ટ લેન્ડિંગ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.
“વિક્રમ લેન્ડર” 6 અને 7 સપ્ટેમ્બર દરમિયાનની રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહી્યું હતું. આ દરમિયાન જ્યારે તે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરના અંતર પર હતું, ત્યારે તેનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.