આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ(ડોક્યુમેન્ટ) છે. આધાર કાર્ડ ફક્ત એક ડોક્યુમેન્ટ જ નહીં પણ ઓળખ પત્ર છે. કોઇપણ નાણાંકીય લેણદેણ અને સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. જો નવું આધાર કાર્ડ બનાવાનું હોય કે આધારમાં નામ, સરનામું, જન્મતારીખ, ઇ-મેઇલ આઇડી, જેન્ડર અથવા બાયોમેટ્રિક અપડેટ કરવાની હોય તો હવે તમારે લાઇનમાં ઉભા રહેવાની જરબર નથી.
આધાર જાહેર કરનારી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા ( UIDAI)નાગરિકોને ફ્રીમાં ઓનલાઇન એપોઇમેન્ટ આપવાની સુવિધા આપે છે. એટલે કે આધાર સેવા કેન્દ્ર પર આધાર અપડેટ કરાવાની એપોઇમેન્ટ લઇ શકાશે.
આ રીતે લઇ શકો છો એપોઇમેન્ટ
ઓનલાઇન એપોઇમેન્ટ લેવા માટે સૌ પ્રથમ UIDIA ની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ
વેબસાઇટ પર જઇને ‘My Aadhaar’ટેબ પર ક્લિક કરશો એટલે તમને બુક ઇન એપોઇમેન્ટનો વિકલ્પ મળશે.
તેની પર જઇને તમારે સિટી લોકેશનનો એક બીજો વિકલ્પ મળશે, જેનાથી તમારે તમારા શહેરની પસંદગી કરવાની રહેશે.
શહેરની પસંદગી કર્યા બાદ પ્રોસેસ્ડ ટૂ બુક એન એપોઇમેન્ટ પર ક્લિક કરો.
હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જેનાથી ત્રણ ઓપ્શન- ન્યૂ આધાર, આધાર અપડેટ અને મેનેજ એપોઇમેન્ટ આવશે. તમારી જરૂરિયાત અનુસાર તમે કોઇ ત્રણમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
યોગ્ય વિકલ્પ પસંદ કર્યા બાદ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી નાંખવું પડશે. ત્યાર બાદ તમારી એપલિકેશન વેરિફાઇ થશે. આ દરમિયાન તમને એપાઇમેન્ટ માટે ટાઇમ સ્લોટની સુવિધા પણ પસંદ કરી શકો છો.
આ કર્યા બાદ તેને સબમીટ કરો. નોંધનીય છે કે બુકિંગ પ્રોસેસ ફ્રી છે. જો કે કોઇ સેવાને અપડેટ કરાવી છે તો તેના માટે 50 રૂપિયા ફી જમા કરાવાની રહેશે.