દિલ્હી પોલીસ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત અન્યોની વિરુદ્વમાં દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમુલિયા પટનાયકે આ માહિતી પહેલેથી જ આપી દીધી છે.
નૈયાકુમાર, ઉંમર ખાલીદ અને અનિર્બાને JNUમાં કથિત રીતે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમના અનુસંધાને કનૈયાકુમારની 2016માં ધરપકડ કરવમાં આવી હતી. ધરપકડ બાદ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને વિપક્ષે આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે.
દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે જણાવ્યું હતું કે JNU અંગેનો કેસ અંતિમ ચરણમાં છે. તપાસ રસપ્રદ હતી કારણ કે પોલીસ ટીમોએ સ્ટેટમેન્ટ લેવા માટે અન્ય રાજ્યોની મુલાકાત કરવી પડી હતી. ચાર્જશીટ ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે. જે.એન.યુ.નો આ વિવાદાસ્પદ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે દ્વારા ગુસ્સે જન્મી ગયો હતો. તે સમયે આક્ષેપો થયા હતા કે પ્રોગ્રામ દરમિયાન, દેશ-વિરોધી સૂત્રો પોકારવામાં આવ્યા હતા.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, જેએનયુના આ કિસ્સામાં સાક્ષીઓના નિવેદનો સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધાયેલા છે. જો આ કલમ હેઠળ નિવેદન આપનાર વ્યક્તિ તેના નિવેદનથી ફરી જાય છે તો તેના વિરુદ્ધ પણ અદાલતી કાર્યવાહી થઈ શકે છે.
પોલીસે ફોરેન્સિક અને ફેસબુક ડેટા દ્વારા પુરાવા પણ એકત્રિત કર્યા છે. ચાર્જશીટમાં શામેલ લોકોના નામમાં કાશ્મીરમાં રહેતા આકીબ હુસૈન, મુજીબ હુસૈન, મુનીબ હુસૈન, ઉંમર ગુલ, રઈસ રસુલ, બશરત અલી, ખાલિદ બશીર બટ્ટનો સમાવેશ થાય છે. આ કેસમાં આઈપીસીની કલમ 124- એ (રાજદ્રોહ), 147 (હુલ્લડ) અને કલમ 149 (ગેરકાયદેસર રીતે મંડળી રચવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.