મળતી માહિતી મુજબ સીઆરપીએફની સ્પેશિયલ ટ્રેનમાં જવાનના હાથમાંથી ડેટોનેટર ભરેલું બોક્સ છૂટતા 4 CRPF જવાન ઘાયલ થયા.
છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર શનિવારે બોમ્બ વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 6.30 વાગ્યે CRPF ની સ્પેશિયલ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે ડેટોનેટર થી ભરેલું બોક્સ નીચે ફ્લોર પર પડ્યું.
રાયપુર પોલીસે કહ્યું કે CRPF ની 211 બટાલિયનના જવાનો જમ્મુથી સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહ્યા હતા. તેમની સાથે ગ્રેનેડ રાખવામાં આવ્યા હતા, જે બોક્સમાં રાખવામાં આવ્યા હતા. એક જ બોક્સ બોગીના ફ્લોર પર પડ્યું, જેના કારણે જબરદસ્ત વિસ્ફોટ થયો અને ચાર જવાન ઘાયલ થયા.
પોલીસે જણાવ્યું કે CRPF ની વિશેષ ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર સવારે 6.30 વાગ્યે અટકી ગઈ. આમાં સૈનિકોની ત્રણ કંપનીઓની ફેરબદલી સામેલ હતી. સામાન લોડ કરતી વખતે, વિસ્ફોટકોથી ભરેલું બોક્સ કોચ નં. 9 ગેટ પાસે હાથમાંથી છૂટી ગયું હતું .અને તે વિસ્ફોટ થયો. આ ઘટનામાં કોન્સ્ટેબલ સુશીલ ચૌહાણ, કોન્સ્ટેબલ ચવ્હાણ વિકાસ લક્ષ્મણ, રમેશ લાલ, રવિન્દ્ર કાર અને દિનેશ કુમાર પૈકરા ઘાયલ થયા છે.
CRPF એ કહ્યું – આ બેદરકારી નથી, એક અકસ્માત છે
ઘાયલ જવાનને જોવા માટે હોસ્પિટલ પહોંચેલા સીઆરપીએફના ડીઆઈજી રાજકુમારે જણાવ્યું કે, વિસ્ફોટ પરિવહન દરમિયાન થયો હતો. દરેક યુવકની સ્થિતિ સ્થિર છે. ટ્રેન નાગપુર જઈ રહી હતી. સામાન વહન કરતી વખતે ઘણીવાર ધ્રુજારી આવે છે. તે એક સંવેદનશીલ સામગ્રી છે. આ બેદરકારી નથી. કોઇપણ સામાન લઇ જતી વખતે આવા અકસ્માત થઇ શકે છે.