હરિયાણાના હિસારમાં બોરવેલમાં પડી ગયેલો 15 માસનો નદીમ 60 ફૂટની બોરવેલમાં ફસાઈ ગયો છે. ત્યારે નદીમને બચાવવા માટે NDRF અને આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બોરવેલની બાજુમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. હવે NDRFએ ટનલ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જે જગ્યાએ આર્મીએ ખાડો ખોદ્યો છે.
તે જગ્યાએથી બોરવેલ સુધી 20 ફૂટ દૂર આના સમાંતર બોરવેલ ખોદવાનું શરૂ કરી દીધું છે. આ જ માર્ગ દ્વારા જવાનો ટનલ સુધી પહોંચશે. બાળકને ટનલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવશે. આ કામગીરી અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે