કોરોના મહામારી અને અનલોકની સ્થિતિ ભારતમાં પણ કેટલાયે રાજ્યો હવે સ્કૂલો શરૂ કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થા સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં નથી. મીડિયા બ્રિફિંગ દરમિયાન WHOએ સ્પષ્ટતા કરી કે, કોરોનાવાઇસના વધતા સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવામાં મોટું જોખમ રહેલું છે.
WHOના કોવિડ-19 ઈમર્જન્સી હેલ્થ પ્રોગ્રામના ડૉ. માઇકલ રેયાને કહ્યું કે, આ સ્થિતિમાં સ્કૂલ ઓથોરિટીને હેલ્થ ઓથોરિટીનો પણ એટલો જ સપોર્ટ જોઈશે. દરેક સ્કૂલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવી ખુબ જ અઘરું કામ છે. તેમણે કહ્યું કે, બાળક શાળાએ ગયા પછી બીમાર પડે તો પેરેન્ટ્સ, સ્કૂલ અને ઓથોરિટીની મુસીબત વધે તે સ્વાભાવિક છે. ડૉ. માઇકલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે એ યાદ રાખવું જોઈએ કે, બાળકો પણ સંક્રમિત થઈ શકે છે, અને ખોટી ઉતાવળ ગંભરી પરિસ્થિતિ સર્જી શકે છે.