મોદી સરકારે જીનપિંગ સરકારને ગુરુવારે વધુ એક આંચકો આપી દીધો. જેમાં ચીનથી આયાત થતાં રંગીન ટેલીવિઝન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલાંનો હેતુ સ્વદેશી નિર્માણને પ્રોત્સાહન આપવા અને વિદેશી ખાસ કરીને ચીનના કલર ટીવીની આયાતને રોકવાનો છે.
વિદેશી વેપાર મહાનિયામક (DGFT)એ એક જાહેરનામું બહાર કહ્યું કે કલર ટેલીવિઝનની આયાત નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેને ફ્રી (Free)માંથી પ્રતિબંધિત (resricted)ની શ્રેણીમાં મૂકી દેવાયું છે.
નોંધનીય છે કે લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે 30 જૂનથી ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી. જેમાં સરકારના આઇટી તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રાલયે ભારતમાં ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે.