ચીને પોતાની આક્રમક વિસ્તારવાદી નીતિઓ યથાવત છે. આ વચ્ચે એક રિપોર્ટમાં તે ખુલાસો થયો છે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં ફરીથી પોતાનું નવું એનક્લેવ બનાવ્યું છે. સેટેલાઈટ દ્વારા જારી તસવીરો અનુસાર નવા એનક્લેવમાં લગભગ 60 ઈમારતો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદે અરૂણાચલ પ્રદેશમાં ચીન દ્વારા બનાવેલા એનક્લેવને લઈને પહેલા જ ચેતવતા કહ્યું હતુ કે, અહીં પણ ડોકલામ જેવી ઘટના ઘટી શકે છે.
સમાચાર ચેનલ એનડીટીવીના રિપોર્ટ અનુસાર સેટેલાઈટ દ્વારા જારી તસવીરોથી ખબર પડે છે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં લગભગ 60થી વધારે ઈમારતોવાળું એક એનક્લેવ બનાવ્યું છે રિપોર્ટ અનુસાર વર્ષ 2019ની સેટલાઈટ તસવીરમાં પહેલા આ એનક્લેવ ત્યાં નહતું. આનાથી પહેલા અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતુ કે, ચીને તિબ્બત સ્વાયત્ત ક્ષેત્ર અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે વિવાદીત ભાગમાં લગભગ 100 ઘરોવાળું એનક્લેવ બનાવ્યું છે.
ચીને ભારતીય બોર્ડરથી લગભગ છ કિલોમીટર અંદર એનક્લેવ બનાવ્યું છે. આ વિસ્તાર એલએએસી અને આંતરાષ્ટ્રીય બોર્ડરની નજીક છે. નવા એનક્લેવની તસવીરો દુનિયાના બે સેટલાઈટ ઈમેજ કંપનીઓ મેક્સર ટેક્નોલોજી તથા પ્લેનેટ લેબ્સ દ્વારા જારી કરવામાં આવી છે. જાહેર કરેલી તસવીરોમાં ના માત્ર મોટી સંખ્યામાં ઈમારતો નજરે પડી રહી છે પરંતુ એક ઈમારત પર ચીની ઝંડો પણ પેન્ટ કરવામાં આવ્યો છે. આનાથી ખબર પડે છે કે ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો રજૂ કરે છે. જોકે, તેની માહિતી મળી શકી નથી કે એનક્લેવમાં લોકો રહે છે કે નહીં.
ચીન દ્વારા બનાવેલા નવા એનક્લેવની લોકશન ભારત સરકાર અંતર્ગત આવનાર ભારતીય મેમ્સ દ્વારા પણ દર્શાવવામાં આવી છે. એનડીટીવી સાથે વાત કરતાં સેટેલાઈટ ઈમેજિંગ ટેકનોલોજીના વિશેષજ્ઞ અરૂપ દાસગુપ્તાએ કહ્યું કે, સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા દર્શાવેલા બોર્ડરના આધાર પરથી ખ્યાલ આવે છે કે ચીન દ્વારા બનાવેલ નવું એનક્લેવ આંતરાષ્ટ્રીય બોર્ડરથી લગભગ સાત કિલોમીટર અંદર છે. આ વર્ષે જ ચીનની સરકારી એજન્સી શિન્હુઆએ પણ આ એનક્લેની એક તસવીર જાહેર કરી હતી. તે દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગઅરૂણાચલ નજીક આવેલા ચીની વિસ્તારોની મુલાકાત કરી રહ્યાં હતા.
ચીન દ્વારા ભારતીય સીમાની અંદર એનક્લેવ બનાવવાને લઈને અરૂણાચલ પ્રદેશથી ભાજપા સાંસદ તાપિર ગાવે પહેલા જ ચેતવ્યા હતા. તાપિર ગામે કહ્યું હતુ કે ચીને અનેક ભારતીય વિસ્તારોમાં પોતાનો કબ્જો જમાવ્યો હતો. જો બીજી વખત ડોકલામ જેવી ઘટના ઘટશે તો તે અરૂણાચલ પ્રદેશમાં થશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં જ્યારે ચીને ડોકલામમાં રસ્તાોનું નિર્માણ શરૂ કર્યું હતુ ત્યારે ભારતીય સૈનિકોએ તેમના કામકાજને રોકી દીધું હતું. તે પછી બંને પક્ષો વચ્ચે ગંભીર વિવાદ ઉભો થઈ ગયો હતો અને તે અનેક મહિનાઓ સુધી ચાલ્યો હતો.