સ્પેનના મૈડ્રિડ સ્થિત રામોન વાઇ કેજલ યુનિવર્સિટી હોસ્પિટલના નિષ્ણાંતોનું કહેવું છે કે મોંની અંદર તાળવામાં ઘા કે લાલ ચકામા પણ સંક્રમણના લક્ષણ હોય શકે છે. શોધકર્તાઓએ 30 માર્ચથી 8 એપ્રિલની વચ્ચે 21 કોરોના સંક્રમિત દર્દીઓ પર અભ્યાસ કર્યો છે જેમા માલૂમ પડ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે 6 દર્દીઓના મોંની અંગર નાના-નાના ધબ્બા જોવા મળ્યા જે નાક અને ગળાની અંદર સુધી હતા. જે દર્દીઓમાં કોરોનાના આ લક્ષણ જોવા મળ્યા તેમની ઉંમર 40-69 વર્ષની વચ્ચે હતી.
આ લોકોમાં ખૂબ હળવા લક્ષણ આવે છે કે આવતા જ નથી. એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે માસ્ક પહેરનારા 55.8 ટકા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા જ્યારે માસ્ક ન પહેરનારા લોકોનો આંકડા 80.8 ટકા હતો. ડોક્ટર અનુસાર માસ્ક પહેરનારામાં ઓછા પ્રમાણાં વાયરસ જતા જ ઇમ્યુનિટી સક્રિય થઇ જાય છે અને વાયરસને ખતમ કરી દે છે.