પાકિસ્તાન,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન તથા ચીનનાં પર્વતારોહકોને ભારતમાં મુક્ત શિખરો પર પર્વતારોહણ કરવા માટે આગોતરી પરવાનગી લેવી પડશે.
પર્વતારોહકોએ ભારતીય પર્વતારોહણ ફાઉન્ડશન દ્વારા ચિંધવામાં આવેલા વિશિષ્ટ માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.કેન્દ્રીય ગૃહ વિભાગનાં હુકમમાં આ વાત કહેવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે 70 વર્ષ જુના હુકમમાં સુધારો કર્યા બાદ શુક્રવારે રાજપત્રમાં સુચના જારી કરી છે,જેમાં કહેવામાં આવ્યું છે કે આ ચારેય દેશોનાં નાગરિકોએ મુક્ત શિખરો પર પર્વતારોહણ કરવા પરવાનગી લેવી પડશે.
ગૃહ વિભાગે કહ્યું કે ભારચીય પર્વતારોહણ ફાઉન્ડેશન માર્ગદર્શન આપશે,તેમની સાથે સંપર્ક અધિકારી તૈનાત કરશે,અને સંબંધિત પ્રતિબંધો પણ લગાવશે જે આ શિખરો માટે અનિવાર્ય છે.જે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશો પ્રમાણે ખોલવામાં આવી છે.
આ પહેલા ભારતનાં કંચન જંગા,સિક્કિમમાં નેપાલ શિખર,ઉત્તરાખંડમાં ગરૂડ પર્વત અને પુર્વની દુનાગીરી,જમ્મુ-કાશ્મિરમાં કૈલાસ પર્વત અને હિમાચલ પ્રદેશમાં મુલકિલા સહિત દેશભરમાં 137 શિખરોને પર્યટકો માટે ખોલવામાં આવ્યા છે,ભારતમાં લગભગ 200 જેટલા શિખરો આવેલા છે.
ગૃહ મંત્રાલયનાં હુકમમાં કહેવામાં આવ્યું છે કે કોઇ પણ વિદેશી વિદેશી સમુહ કેન્દ્ર સરકારની લેખિત પરવાનગી કે તે ભારતનાં કોઇ પણ શિખર પર ચઢવાનો પ્રયાસ નહીં કરે,સિવાય કે તે શિખરો કે જે પર્વતારોહણ અથવા ટ્રેકિંગ અભિયાનો માટે ખોલવમાં આવી છે.