રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સોમવારે તબિયત લથડી ગઇ હતી. તેથી ડૉક્ટરોએ તેમને આરામની સલાહ આપી છે. તબીબી ટીમ તેમના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે. તેમના કોરોના ટેસ્ટના સેમ્પલ પણ લેવાયા છે.
જો કે મુખ્યમંત્રીએ સાંજે મુખ્યમંત્રીના કેટલાક કામો પ્રસ્તાવિત હતા. તેમાંથી વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા તેમણે 1053 કરોડ રુપિયાના વિકાસના કામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. 12 વિકાસના કામો પ્રસ્તાવિત હતા.