ફેસ્ટિવ સિઝનમાં લોકોના ખર્ચ વધી જાય છે, આ કારણે નોકરી કરતા લોકોને બોનસ આપવામાં આવે છે. જો સારૂ બોનસ મળી જાય તો તહેવારની મજા ડબલ બની જાય છે. આ વખતે સિંગરેની કોલિયરીજ કંપની લિમિટેડ (SCCL) દશેરાના પ્રસંગે પોતાના કર્મચારીઓને 1.01 લાખ રૂપિયાનું બોનાન્જા આપશે. કંપની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. સરકારે ગુરૂવારે તેની જાહેરાત કરી છે. વિધાનસભામાં જાહેરાત કરતા મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે SCCLની ગ્રોથ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી સારી રહી છે અને તેની ક્રેડિટ કર્મચારીઓને જાય છે,તેમણે કહ્યું કે અહીના કર્મચારી પોતાનો જીવ જોખમમાં મુકીને પણ રાષ્ટ્રની સંપત્તિને વધારવાનો પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનું કામ સેનાથી ઓછુ નથી.
રાવે કહ્યું કે SCCL (Singareni Collieries Company Limited)ગત વર્ષના મુકાબલે લગભગ 40,000 રૂપિયા વધુ બોનસ આપશે. આ કંપનીના પ્રોફિટમાંથી આપવામાં આવશે.હવે દર એક કર્મચારીને 1,00,899 રૂપિયાનું બોનસ મળશે. આ કંપનીમાં 48,000 લોકો કામ કરે છે જેમણે દશેરા પર બોનસ મળશે.
રાવે કહ્યું કે માઇનિંગ કંપની SCCL તેલંગાણાના વિકાસમાં મોટુ યોગદાન આપે છે, જેની પાછળ તે કર્મચારીઓનો હાથ છે જે પોતાનો જીવ જોખમમાં મુકીને કામ કરે છે અને આ કારણે કંપની સતત વિકાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કર્મચારીઓના હિત માટે આ મહત્વપૂર્ણ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે.
મહત્વપૂર્ણ છે કે 2013-14મં કર્મચારીઓને 13,540 રૂપિયા બોનસના રૂપમાં આપવામાં આવ્યા હતા. 2017-18માં 60,369 રૂપિયાનું બોનસ આપવામાં આવ્યુ. 2013માં કંપની 504.7 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરતી હતી. દર વર્ષે ઉત્પાદનમાં વૃદ્ધિ થતી રહી છે. 2018-19માં કંપનીએ રેકોર્ડ 644.1 લાખ ટન કોલસાના રેકોર્ડનું ઉત્પાદન કર્યુ અને 1,765 કરોડનો નફો કમાયો હતો.