વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ધામ ધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવી રહી છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. ઓટો સેક્ટરથી લઇને ડાયમંડ માર્કેટ સુધી તમામ લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે 17 સપ્ટેમ્બરે બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું.
પીએમ મોદીના જન્મદિવસને લઈને દેશમાં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસને લઈ અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ઠેકઠેકાણે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ના જન્મદિનની ધામધૂમથી ઉજવણી સુરતમાં કરાઈ હતી. સુરતમાં રાત્રે 12 વાગ્યે આતશબાજી કરાઈ હતી. પીપલોદ વાય જંકશન પર કરાયેલી આતશબાજીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો બીજી તરફ, સરસાણામાં 700 કિલોની કેક આજે કપાશે. 700 ફૂટ લાંબી કેકને 700 લોકો દ્વારા કાપવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવી રહી છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ લોકો બેરોજગાર બન્યા છે.ઓટો સેક્ટરથી લઇને ડાયમંડ માર્કેટ સુધી તમામ લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે 17 સપ્ટેમ્બરે બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું.