કોરોના વાઈરસના ચેપને ફેલાતો અટકાવવાના હેતુ ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ Zomato અને Swiggy પોતાના ગ્રાહકોને “કૉન્ટેક્ટ લેસ” ફૂડ ડિલીવરીની ભલામણ કરી રહી છે. ફૂડનો ઓર્ડર કરવા સમયે ગ્રાહક પાર્સલને ડિલીવરી પાર્ટનર મારફતે દરવાજા પર છોડીને જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ડિલીવરી બાદ ગ્રાહકને પેકેજ ફૂડનો ફોટો મોકલવામાં આવશે, જ્યાંથી તે તેને કલેક્ટ કરી શકશે.
આ અંગે પાર્પાત જાણકારી પ્રમાણે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. વિશ્વના અનેક દેશોમાં ધંધા-રોજગાર અને સામાન્ય જીવનને પણ કોરોના વાઈરસથી ગંભીર અસર પડી રહી છે.
જો ભારતની વાત કરીએ તો, અહીં 90થી વધુ લોકોમાં આ જીવલેણ વાઈરસ પોઝિટિવ મળી આવ્યો છે અને 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સરકારી એજન્સીઓ સહિત અલગ-અલગ સંસ્થાઓના લોકો કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
આ દરમિયાન ઓન લાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન સ્વિગી અને Zomatoએ પોતાના ડિલીવરી મેનને પણ આદેશ આપ્યો છે કે, જો તમારામાં કોરોનાના કોઈ પણ લક્ષણ લાગે, તે સ્વયં આઈસોલેટ કરી લો. આ સિવાય કોઈ પણ સહાય માટે કંપનીનો સંપર્ક કરવામાં આવે.