જ્યારે COP26 જળવાયુ સમ્મેલન સમાપ્ત થવાની તૈયારીમાં છે, ત્યારે દુનિયા વૈશ્વિક જળવાયુ સંકટનો (global climate crisis) સામનો કરવામાં તિબેટની ભૂમિકાના મહત્વથી અજાણ છે. પર્યાવરણના જાણકારોના તમામ શોર-શરાબા પછી જ સ્ટેકહોલ્ડર્સ આ સામૂહિક મિશનમાં “થર્ડ પોલ” (ત્રીજા ધ્રુવ)ના મહત્વને ઓળખવામાં નિષ્ફળ રહ્યાં છે. તે આર્ક્ટિક અને એન્ટાર્કટિકા પછીનો “ત્રીજો ધ્રુવ” જ નહીં, પણ સમગ્ર એશિયાનો “વોટર ટાવર” પણ છે.
વિખ્યાત પર્યાવરણવાદી માઈકલ બકલી તેમના પુસ્તક ‘મેલ્ટડાઉન ઈન તિબેટ’માં જણાવે છે કે “આપણી પાસે માત્ર એક જ તિબેટ છે. તેનો આપણી પાસે અન્ય કોઈ બેકઅપ નથી, બીજી કોઈ તક પણ નથી. જો તિબેટના ઉચ્ચપ્રદેશના જળ સંસાધનો અવરોધિત અથવા ડાયવર્ટ કરવામાં આવે અથવા તે પ્રદૂષિત થઇ જાય છે એશિયા વિનાશ તરફ ધકેલાઇ જશે.”
તે વાતને રિપિટ કરવી થોડી કંટાળાજનક લાગી શકે છે કે તિબેટ એ 10 મોટી નદીઓનો સ્ત્રોત છે અને પૃથ્વી પરનો સૌથી મોટો ગ્લેશિયર જળાશય છે. આ તથ્યો વિશે કોઈ ધ્યાન આપતું નથી કારણ કે તેઓને તે ખૂબ જ ઉપજાવી કાઢેલા લાગે છે.
જો બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને આબોહવા કટોકટી પર વૈશ્વિક પગલાંના મહત્વની ચિંતા છે અને તેઓ તેવું કહે છે કે “કયામતનો દિવસ નજીક છે અને આપણે હાલમાં પગલાં લેવાની જરૂર છે”, તો તેઓ તિબેટની ભૂમિકા વિશે કેમ જાણતા નથી? આ અંશતઃ ચીનના દબાણને કારણે છે.
ચીન સામે બોલવાથી બચવું
તિબ્બતની નદીઓ પર ચીની સરકારના કબજા પછી નીચેના દેશો માટે એક મોટો ખતરો ઉભો થઈ ગયો છે. જાણિતા ભૂ-રણનીતિકાર પ્રો. બ્રહ્મ ચેલાણીએ તિબ્બતના પર્યાવરણમાં થતાં ઘટાડાના નકારાત્મક પ્રભાવને આખી દુનિયા પર દેખ્યા છે.
તેમના અનુસાર, “આપણા ઉંચા વિસ્તારો, જેમાં સામેલ છે દુનિયાના સૌથી ઊંચા શિખરો અને ગ્લેશિયર અને નદીના મુખ, તિબેટીયન ઉચ્ચપ્રદેશ વાતાવરણીય પરિભ્રમણને પ્રભાવિત કરે છે. તેથી આ કારણે આખા ઉત્તરી ગોળાર્ધમાં ક્લાઇમેન્ટ ચેન્જ અને હવામાનની પેટર્નને પ્રભાવિત કરે છે.”
ઉદાહરણ પ્રમાણે ભારતની 10 કરોડથી 15 કરોડ વસ્તીની આબાદી કૃષિ પર નિર્ભર છે અને પાણી તેમના માટે કેટલું જરૂરી છે તે જણાવવાની જરૂરત નથી.
આ મોટા પડકારને પ્રો ચેલાણી ઘણા સમય પહેલા જ સમજી ગયા હતા. ચીન દ્વારા બાંધ બનાવવાથી ભારતની સરખામણીમાં કોઈપણ દેશ વધારે પ્રભાવિત થશે નહીં, કેમ કે આંકડાઓ અનુસાર ચીનના કબજાવાળા વિસ્તારથી વાર્ષિક વહેતું 718 બિલિયન ક્યુબિક મીટર સપાટી જળમાંથી 47 બિલિયન ક્યૂબિક મીટર (કુલનો 48.3%) સીધો ભારતમાં આવે છે. અનેક પ્રમુખ ભારતીય નદીઓ તિબ્બતથી નિકળે છે, જેમાં બ્રહ્મપુત્ર, કોસી, સતુલજ અને સિંધુ સામેલ છે.
જો તિબ્બતની નદીઓ પર ચીનના એકાધિકાર (મોનોપોલી)ને રોકવામાં આવ્યું નહીં તો ટૂંક જ સમયમાં મોટું સંકટ ઉભું થઈ શકે છે. તે છતાં પણ આના સંબંધિત રાષ્ટ્રો દ્વારા આ મોટા પડકારનો ક્યારેય પણ વિરોધ કરવામાં આવતો નથી.
વૈશ્વિક સ્તર પર પ્રસિદ્ધ ક્લાઈમેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે સ્પષ્ટ રૂપથી કહ્યું કે, COP26 સંમેલન એક નિષ્ફળતા છે. બની શકે છે કે સંમેલન બધા લક્ષ્યાંકોને પૂર્ણ કરી શક્યું ના હોય અને કેટલાક જ્વલંત મુદ્દાઓની ઉપેક્ષા કરી હોય, પરંતુ તિબ્બતને નજરઅંદાજ કરવો તેની સૌથી મોટી ભૂલ છે.
તેનાથી પણ આશ્ચર્યની વાત તે છે કે, COP26માં તિબ્બતને નંજરઅંદાજ કરવા પર સંયુક્ત રાષ્ટ્ર અને આંતરાષ્ટ્રીય સમુદાયનું મૌન સાબિત કરે છે કે તેઓ ચીન સાથે ટકરાવ કરવા માંગતી નથી.
તમને જણાવી દઈએ કે, દલાઈ લામાએ COP26થી બે દિવસ પહેલા એક વીડિયો મેસેજ દ્વારા કહ્યું હતુ કે એશિયામાં તો તિબ્બત પાણીનો અંતિમ સ્ત્રોત છે. પાકિસ્તાનની સિંધુ નદી, ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીં, ચીનની યેલ્લો રિવર, વિયતનામની મેકાંગ નદી- બધી જ મુખ્ય નદીઓ તિબ્બતથી વહે છે. આપણે તિબ્બતની પરિસ્થિતિના (ઈકોલોજી) સંરક્ષણ પર વધારે ધ્યાન આપવું જોઈએ. આ ના માત્ર 60-70 લાખ તિબ્બતીઓના હિત સાથે જોડાયેલા છે તે ઉપરાંત આખા ક્ષેત્રના લોકોના હિત સાથે પણ જોડાયેલ છે.