દેશ અને વિદેશમાં કચરો સાથે ગટરમાં પહોંચતા CORONA વાયરસના અત્યાર સુધી ઘણા પુરાવા સામે આવ્યા છે. ભારતમાં પણ આના પુરાવા મળી આવ્યા છે. દેશના હૈદરાબાદ, મુંબઇની ધારાવી અને તાજેતરમાં લખનૌમાં મળી આવ્યા છે, પરંતુ ગટરમાં વાયરસના કેટલા સ્વરૂપો છે? આ અભ્યાસ દેશમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો, જેના પરિણામો આશ્ચર્યજનક છે.મહારાષ્ટ્રના પુણામાં ગટરના ડ્રેનમાં વૈજ્ઞાનિકોને વાયરસના 108 મ્યુટેસન મળ્યા છે. અત્યાર સુધી દેશમાં જીનોમ સિક્વેસિંગના આધાર પર પણ આટલા મ્યૂટેશનની ઓળખ થઈ નથી. જ્યારે બીજી તરફ સીએસઆઈઆરની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં જ્યારે આ છ અલગ અલગ સેંપલની તપાસ કરવામાં આવી તો કોઈકમાં 20 તો કોઈકમાં 35 મ્યુટેશન સુધી જોવા મળ્યું હતું. એક અભ્યાસ દરમ્યાન વૈજ્ઞાનિકોને ગટરમાં ડેલ્ટા અને અલ્ફા વેરિએન્ટ પણ મળી આવ્યો છે. ત્યારે બીજી તરફ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, અમેરીકામાં મળેલા અલગ-અલગ વેરીએન્ટમાં પણ તે જોવા મળ્યું છે.
પુણે સ્થિત રાષ્ટ્રીય ઔદ્યોગિક સૂક્ષ્મજીવ સંગ્રહ(એનસીઆઈએમ) ગાઝીયાબાદ સ્થિત વૈજ્ઞાનિક અને અભિનવ અનુસંધાન એકેડમી( એસીએસઆઈઆર), ઈકોસન સર્વિસિઝ ફાઉન્ડ઼ેશન ( ઈએસએફ) અને સીએસઆઈઆર-નેશનલ કેમિકલ લેબોરેટરીએ મળીને આ અધ્યયન કર્યું છે. જેને જર્નલ મેડરેક્સિવ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ ચાર એવા મ્યૂટેશનની પણ તપાસ કરી છે કે જેનું ભારતમાં અત્યાર સુધી એક પણ સંક્રમિત દર્દી નથી મળ્યો. જ્યારે અન્ય દેશોમાં આ મ્યૂટેશન જરૂર મળશે. ડો મહેળ ધરનેએ જણાવ્યું કે ચાર વેરિએન્ટ એવા મળ્યા છે કે જેની આજ દિ સુધી ભારતમાં ઓળખ નથી થઈ. તેની ઓળખ એસ એન 801, એસ સી480 આર એનએસપી14, સી279એફ અને એનએસપી3, એલ550ડીએલના સ્વરૂપમાં થઈ છે.ગટરમાં વાયરસની હાજરી અત્યાર સુધીના ઘણા તારણમાં સામે આવી ગયા છે, આ સિવાય ઘણા દેશોએ તો ગટર દ્વારા પણ મ્યૂટેશનની તપાસ કરી છે. પરંતુ ભારતમાં અત્યાર સુધી એક પણ તારણ એવું આવ્યું નથી કે અને તેના પર પણ તે અધ્યયન થવું જોઈએ કે આપણે વધારેને વધારે મ્યુટેશન અને તેની અસરની જાણકારી પ્રાપ્ત થાય.