દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં શાહીસ્થાન યોજાયું હતું. સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા 35 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. જોકે, કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અશક્ય બની ગયાનું સ્થાનિક સરકારી તંત્રએ કહ્યું હતું.કુંભ મેળામાં પોલીસ નિયંત્રણ કક્ષના જણાવ્યા અનુસાર સોમવારે શાહી સ્નાનમાં કુલ 31 લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે રાતે 11.30 કલાકે સોમવારે સાંજે પાંચ વાગ્યે 18169 ભક્તોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 102 પોઝિટીવ આવ્યા હતા.આ ઉપરાંત કેટલીય જગ્યાએ મેળા પ્રસાસન તરફથી થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી કેમરાની નજર હેઠળ શ્રદ્ધાળુ માસ્ક નહીં પહેરતા. એટલુ નહીં, યુપીથી આગરા આવતા શ્રદ્ધાળ્યુ, યુપી – ઉત્તરાખંડ બોર્ડર પર બનેલા ચેક પોઈન્ટ પર જરૂરી કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવા ઉપરાંત થર્મલ સ્ક્રનિંગ કરવામાં આવી, પણ મેળા એરિયામાં કંઈ કરવામાં આવતુ નથી.૧૨ વર્ષે આવતા કુંભમેળામાં સોમવતી અમાસના શાહીસ્નાનનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. આવો યોગ બહુ જ ઓછો આવતો હોવાથી સોમવતી અમાસના શાહીસ્નાનમાં દેશભરમાં લોકો ઉમટી પડયા હતા. ઉત્તરાખંડની સરકારે સરહદોએ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરી હતી અને જે લોકોનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ હરિદ્વાર સુધી જવા દેવામાં આવતા હતા. જેમનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ ગંગામાં ડૂબકી લગાવવાની પરવાનગી અપાઈ હતી. શાહીસ્નાન વખતે વિવિધ અખાડાએ શોભાયાત્રા કાઢી હતી. સોમવતી અમાસના વહેલી સવારથી અલગ અલગ ઘાટે શાહીસ્નાનની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજ પ્રમાણે 35 લાખ જેટલાં લોકોએ ગંગામૈયામાં ડૂબકી લગાવીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. અખાડા માટે અલગ વ્યવસ્થા થઈ હતી અને શ્રદ્ધાળુઓ માટે અલગ ઘાટ નક્કી કરાયા હતા. કું
