કોરોનાએ આર્થિક વ્યવસ્થાને પણ અસ્ત વ્યસ્ત કરી નાખી છે. દેશમાં જૂનના અંત સુધીમાં ૭.૪ લાખ કંપનીઓને તાળાં મારી દેવાયાં છે. કેન્દ્રીય કોર્પોરેટ કાર્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર કંપનીઓ કામકાજ કરી રહી અથવા તો સક્રિય હતી. એકલા જૂન ૨૦૨૦માં ૧૦,૯૫૪ કંપનીઓની નોંધણી થઈ હતી જેની કુલ મૂડી રૂ. ૧,૩૧૮.૮૯ કરોડ હતી. એક વર્ષ પહેલાં જૂનમાં ૯,૬૧૯ કંપનીઓની નોંધણી થઈ હતી.
ચાલુ વર્ષે જૂનમાં નોંધાયેલી કંપનીઓમાં કારોબારી સેવાઓ હેઠળ ૩,૩૯૯ કંપનીઓની નોંધણી થઈ હતી તો નિર્માણક્ષેત્રમાં ૨,૩૬૦ કંપનીઓ, વેપારમાં ૧,૪૯૯ કંપનીઓ સામુદાયિક, વ્યક્તિગત અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં ૧,૪૧૧ કંપનીઓની નોંધણી થઈ હતી.
૩૦ જૂન ૨૦૨૦માં કુલ ૨૦,૧૪,૯૬૯ નોંધાયેલી હતી તેમાંથી ૭,૪૬,૨૭૮ કંપનીઓ બંધ થઈ ચૂકી હતી. તો ૨,૨૪૨ કંપનીઓને નિષ્ક્રિય ગણાવાઈ હતી. તે ઉપરાંત ૬,૭૦૬ કંપનીઓ પરિસમાપનની પ્રક્રિયામાં છે જ્યારે ૪૩,૭૭૦ કંપનીઓની નોંધણી રદ થવાની પ્રક્રિયામાં છે ત્યાર બાદ ૩૦ જૂનથી ૧૨,૧૫,૯૭૩ કંપનીઓ સંપૂર્ણ રીતે સક્રિય છે.