રાજ્યમાં ગત 24 કલાકમાં 1092 નવા કેસો નોંધાયા છે જ્યારે 1046 લોકો ડિસ્ચાર્જ (People discharge) થયા છે તથા ગત 24 કલાકમાં રાજ્યમાં 18નાં મોત થયા છે. રાજયમાં જન્માષ્ટમી (Janmashtami) અને નોમ દરમ્યાન રાજયમાં નવા 2244 કેસો (New Corona Cases) નોંધાયા છે. જયારે રાજયમાં સારવાર દરમ્યાન બે દિવસમાં વધુ 36 દર્દીઓનું મૃત્યુ (Death of patients) થયું છે. આરોગ્ય વિભાગ (Health Department) ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં જન્માષ્ટમીના દિવસે 1152 નવા કેસો અને આજે નોમના દિવસે 1092 કેસો નોંધાયા છે. આ રીતે રાજયમાં છેલ્લા બે દિવસ દરમ્યાન નવા 2244 કેસો નોંધાયા છે.
જેમાં મહાપાલિકા (Corporation) વિસ્તારમાં છેલ્લા બે દિવસ પૈકી સુરત (Surat) માં 376 કેસો, અમદાવાદ (Ahmedabad) માં 290 , વડોદરામાં 180 , રાજકોટમાં 122, ભાવનગર 60, જામનગરમાં 70, ગાંધીનગરમાં 29 અને જુનાગઢમાં 21 કેસો નોંધાયા છે. રાજયમાં મનપા વિસ્તરમાં બે દિવસમાં 1148 કેસો નોંધાયા છે. જયારે જિલ્લાઓમાં 1096 કેસો નોંધાયા છે.
રાજયમા છેલ્લા બે દિવસમાં 36 દર્દીઓનું મૃત્યુ (Death of patients) થયુ છે. જેમાં રાજકોટ મનપામાં 8, અમદાવાદ મનપામાં 8, સુરત મનપામાં 7, સુરત જિલ્લામાં 3, વડોદરા મનપામાં 3, રાજકોટમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 1, જામનગરમાં 1, કચ્છમાં 1, એમ કુલ 36 દર્દીઓનો સમાવેશ થાય છે.
રાજયમાં છેલ્લા બે દિવસમાં 1,00,942 ટેસ્ટ (Corona Test) કરવામા આવ્યા છે. જેમાં જન્માષ્ટમીના દિવસે રાજયમાં 50,125 અ નોમના દિવસે રાજયમાં 50817 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજયમા અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં 4,88, 700 વ્યકિત્તઓને કવોરેન્ટાઈન (Quarantine) કરવામાં આવ્યા છે.
રાજયમાં હાલમાં 14310 દર્દીઓ સારવાર હેઠળ (Patients under treatment) છે.જે પૈકી 79 દર્દીઓ વેન્ટીલેટર પર (79 patients on ventilator) છે. જયારે 14231 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.રાજયમાં છેલ્લા બે દિવસ દરમ્યાન સારવરા દરમ્યાન 2023 દર્દીઓને રજા (Leave patients) આપવામા આવી છે.રાજયમા કોરોના (Corona Virus)ના પગલે મૃત્યુઆંક વધીને 2733 સુધી પહોચી ગયો છે.