રાજયમાં કોરોના વાયરસના 1 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1092 દર્દીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જો કે, 18 લોકોના મોત થયા છે અને 1046 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આમ ગુજરાતમાં કોરોનાનો આંકડો 75 હજારને પાર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2733 થયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં 143, વડોદરા શહેરમાં 87, સુરત ગ્રામ્યમાં 70, રાજકોટ શહેરમાં 63, જામનગર શહેરમાં 36, અમરેલીમાં 33, રાજકોટ ગ્રામ્ય 32, ગીર સોમનાથ 29, ભાવનગર જિલ્લામાં 40, દાહોદ અને મોરબીમાં 25-25 અમદાવાદ ગ્રામ્ય અને પંચમહાલમાં 23-23, કચ્છ અને વડોદરા ગ્રામ્યમાં 22-22, મહેસાણામાં 20 કેસ સામે આવ્યા છે.