સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારના રોજ તાજા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં Covid-19ના સૌથી વધુ 57,117 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત કેસોની સંખ્યા 17 લાખના આંકડાની નજીક પહોંચી ગયા છે.. આપને જણાવી દઇએ કે કુલ સંક્રમિતોની સંખ્યા 16,95,988 થઇ ચૂકી છે. આ દરમ્યાન 764 લોકોના મોત થઇ ચૂકયા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા 36,511 થઇ ગઇ છે. તો અત્યાર સુધીમાં 10,94,374 લોકો આ વાયરસને માત આપીને સાજા થઇ ગયા છે.
જુલાઇ મહિનામાં કોરોનાના કેસ ઝડપથી વધતા દેખાયા. 1 જુલાઇ થી 31 જુલાઇની વચ્ચે કુલ સંક્રમિતોના 64 ટકા કેસ સામેલ છે તો ત્યાં 54 ટકા મોત આ સમયગાળા દરમ્યાન થયા છે. એકલા જુલાઇમાં 10,80,232 કેસ સામે આવ્યા છે જો કે કુલ કેસના 63.69 ટકા છે. તો આ મહિનામાં 19618 લોકોના મોત થયા છે જે કુલ મૃતકોની ટકાવારી છે. સમયની સાથે ભારતમાં ટેસ્ટની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.