સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, શુક્રવારનાં રોજ પ્રથમ વાર 60 હજારથી પણ વધારે કેસ સામે આવી ચૂક્યાં છે અને 886 દર્દીઓનાં મોત થઇ ચૂક્યાં છે. દેશમાં હજી કોરોનાના કેસોની કુલ સંખ્યા 20 લાખ 27 હજારથી પણ વધારે છે. જો કે આંકડાઓ અનુસાર, ઓગસ્ટ મહીનામાં ભારતમાં સૌથી વધારે નવા કેસો દાખલ કરવામાં આવ્યાં છે.
આ મામલે ભારતે અમેરિકા અને બ્રાઝીલને પણ પાછળ છોડી દીધેલ છે. જો કે મોતનાં મામલામાં હજી પણ ભારત ત્રીજા નંબર પર જ છે. ઓગસ્ટ મહીના પહેલાં 6 દિવસમાં જ ભારતમાં 3,28,903 નવા કેસ દાખલ કરવામાં આવ્યાં છે, જ્યારે અમેરિકામાં 3,26,111 અને બ્રાઝીલમાં 2,51,264 નવા કેસ સામે આવ્યાં છે. આ આંકડાઓ વર્લ્ડેોમીટર અનુસાર છે. આ 6 દિવસોમાં 4 દિવસ એવાં રહ્યાં છે કે જ્યારે ભારતમાં સૌથી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યાં છે.
બે, ત્રણ, પાંચ અને છ ઓગસ્ટને વિશ્વમાં સૌથી વધારે નવા કેસ ભારતમાં દાખલ થયા છે. ગુરૂવારનાં રોજ ભારતમાં સંક્રમિતોનાં આંકડા 20 લાખને પાર કરી ગયો છે. જ્યારે અત્યાર સુધી ત્રણ દેશોની તુલનામાં 10 લાખથી 20 લાખ સુધી પહોંચવાના મામલામાં સૌથી વધારે તેજીથી વધતો જતો આંકડો છે. ભારતમાં સંક્રમણમાં વધારાનો દર 3.1 ટકા છે, આ પણ અમેરિકા અને બ્રાઝીલથી 20 લાખનાં સ્તરે પર ખૂબ વધારે છે.
મૃત્યુનાં આંકડાઓ પર જો ધ્યાન કરાવીએ તો, બ્રાઝીલ અને અમેરિકામાં ઓગસ્ટ મહીનામાં 6,000થી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે ભારતમાં 5,075 લોકોનાં મોત થયાં છે.