દેશમાં કોરોનાના કુલ કેસો 41 લાખને પાર થયા છે. આ સાથે જ બ્રાઝિલને પાછળ છોડીને ભારત વિશ્વમાં કોરોનાના કુલ કેસો મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. બ્રાઝિલના કેસો ૪૦૯૧૮૦૧ છે, આ મામલે હવે માત્ર અમેરિકા જ ભારતથી આગળ છે.
અમેરિકાના કુલ કેસો 62 લાખથી વધુ છે. દેશમાં કોરોનાના કુલ કેસો 410 3423 થયા છે અને કુલ મોત પણ વધીને 70633 થયા છે. ગત રોજ કરતા કેસોમાં રેકોર્ડ 92546 કેસોનો ઉછાળો આવ્યો છે. આ આંકડો રાત્રે રાજ્યોએ આપેલા આંકડાની ટેલી પછીનો છે.
આરોગ્ય મંત્રાલયે સવારે આપેલા આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસો રેકોર્ડ ૮૬૪૩૨ વધીને ૪૦૨૩૧૭૯ થયા છે અને રિકવરી રેટ વધીને ૭૭.૨૩% થયો છે. વધુ 1089 મોત સાથે કુલ મોત 69561 થયાં છે.સક્રિય કેસો 846395 છે. 7મી ઑગસ્ટે દેશમાં કોરોનાના કેસો 20 લાખને પાર થયા હતા. 23મીએ 30 લાખનો આંકડો વટાવ્યો હતો.
આ દરમ્યાન કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ચેપથી વધતા મોત અને કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને ત્રણેયરાજ્યોને આવશ્યક પગલાં લેવા જણાવ્યું છે. 24 કલાકમાં 52% મોત અને 46% સક્રિય કેસો આ ત્રણ રાજ્યોમાં જ વધ્યા છે.
કેસો લાખ દિવસો
1-10 169
10-20 21
20-30 16
30-40 13
ભારતે કોરોનાની ઝડપના મામલે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડયા
દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 40 લાખને પાર જતી રહી છે. દેશમાં કોરોના સંક્રમણ વધાની ઝડપનો અંદાજ એ વાતે લગાવી શકાય કે છેલ્લા 13 દિવસોમાં દેશમાં 10 લાખ પૉઝિટિવ કેસ આવ્યા હતા.
આ વિશ્વમાં સંક્રમણની સૌથી ઝડપી ગતિ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા અને બ્રાઝિલ મળીને પણ છેલ્લા 13 દિવસોમાં કુલ 10 લાખ દર્દી નથી આવ્યા.અમેરિકામાં છેલ્લા 13 દિવસમાં 4.98 લાખ નવા દર્દી નોંધાયા હતા જ્યારે બ્રાઝિલમાં આ સંખ્યા 4.64 લાખ છે. ભારત બ્રાઝિલને પાછળ છોડી બીજા ક્રમ પર આવી ગયું છે. ભારત ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલમાં જ કોરોના દર્દીઓની સંખ્યા 40 લાખને વટાવી ગઈ છે.