મહારાષ્ટ્ર અને દિલ્હીએ અગાઉ આ રોગને કારણે ન હોવાનું કહ્યા પછી હવે તેનો મરણાંકમાં ઉમેરો કરતાં બુધવારે સર્વાધિક 2003નાં મોતના ઉછાળો દેશમાં નોંધાયો છે. દેશમાં આ સાથે જ મરણાંક 11,903 પર પહોંચી ગયો છે. જ્યારે સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા કેસમાં 10,000થી વધુના ઉછાળા સાથે કુલ કેસનો આંકડો 3.50 લાખને પાર પહોંચી ગયો છે.
રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓને ધ્યાને લેવાતા દેશમાં કોરોનાના નવા કેસ 15,082ના ઉછાળા સાથે 3,56,044 પર પહોંચી ગયા છે. જેમાં 1,92,571 લોકો સાજા થઇ ગયા છે, જ્યારે મરણાંક 12,183 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,974 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 3,54,065 પર પહોંચ્યો છે. 2003નાં જે નવા મોત નોંધાયા છે, તેમાંથી મહારાષ્ટ્રમાં સર્વાધિક 1409નાં મોત થયાં છે. જ્યારે દિલ્હીમાં 437નાં મોત થવા સાથે કુલ મરણાંક 1837 પર પહોંચ્યો છે.
મરણાંકમાં આવેલો આ ઉછાળો રાજયો દ્વારા દાખલ કરાયેલા આંકડાને આધારિત છે. મહારાષ્ટ્ર અને દિલ્હી આગલા દિવસોમાંથી સમાધાન કરીને આંકડા સુધાર્યા છે તેને આભારી છે એવું મંત્રાલયે કહ્યું હતું. સત્તાવાર આંકડામાં જણાવાયા અનુસાર દેશમાં સક્રિય કેસનો આંકડો 1,55,227 પર છે. જ્યારે 186934 લોકો સાજા થઇ ગયા છે.
તમિલનાડુએ પહેલીવાર 25,463 લોકોના એક જ દિવસમાં સેમ્પલ લીધા પછી 2174 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેના કારણે રાજ્યમાં કોરોનાવાયરસના કેસ 50,000ને પાર પહોચી ગયા છે.