સૌથી પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે કઈ કઈ હોસ્પિટલોમાં કેશલેશ વીમા ક્લેઇમ મળે છે. સ્વાસ્થ્ય વીમો આપનાર તમામ વીમા કંપનીઓ હોસ્પિટલો સાથે એક એગ્રીમેન્ટ કરે છે. એ-જે હોસ્પિટલો સાથે આ એગ્રીમેન્ટ થયા હોય તે વીમા કંપનીના હોસ્પિટલ નેટવર્કનો ભાગ હોય છે. આ હોસ્પિટલોમાં યોગ્ય વીમાધારકને કેશલેશ ક્લેઇમની સુવિધા આપવામાં આવે છે.વીમા કંપનીઓના નેટવર્ક વાળા હોસ્પિટલમાં દાખલ થતા ગ્રાહકોને થોડી ઓછહી કિંમતે સારવાર મળી રહે છે. આ નિર્ભર કરે છે કે તમને વીમામાં કયો કયો ખરરચ કવર થાય છે. એવામાં કેશલેશ ક્લેઇમ દરમ્યાન કાયા દર્દીને હોસ્પિટલ દાખલ થવાની સ્થિતિમાં માત્ર તે ખર્ચ ઉઠાવવાનો રહેશે જે વીમામાં સામેલ નથી હોતો. જેમ કે રજિસ્ટ્રેશનનો ખર્ચ, ડિસ્ચાર્જ અને એમ્બ્યુલસ વગેરે ખર્ચ ઉઠાવવો પડે છે.જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરરન્ટ્સ છે પરંતુ તમારી હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કનો ભા નથી અથવા તો તમારી પોલિસી નોન-કેશલેશ ક્લેઇમ પોલિસી છે તો તમે વીમો લેવા માટે બાદમાં ક્લેઇમ કરી શકો છો. જોકે, આ પ્રક્રિયા કેશલેશ ક્લેઈમથી થોડી જટિલ છે અને તેના માટે તમારે વીમા કંપનીની જરૂરિયાત મુજબનું બિલ જમા કરાવવાનું રહેશે.
